Thursday, April 30, 2020

Script/text nu Automatic Translation(Guj. Blog)

..
Script/text nu Automatic Translation:->
Author : Upendra Rawal.    Last up-dated : May 01, 2020.
..
સ્ક્રિપ્ટ / ટેક્સ્ટનું ભાષાન્તર કેવી રીતે કરવું.
..
..
આપણે ભારતની વાત કરીએ તો
સામાન્ય રીતે વ્યક્તિને પોતાની માતૃભાષા અને રાષ્ટ્રભાષા -
- આ બે ભાષા તો આવડતીજ હોય, તેવું માની શકીએ.
અહીં લગભગ મોટાભાગે સમસ્યા અંગ્રેજી ભાષા માટેની હોય છે.
સૌ પ્રથમ તો એ સમજી લ્યો કે તમને કોઈક પારકી ભાષા
નો આવડતી હોય તો ક્યારેય ક્ષોભ અનુભવવાની જરૂર નથી,
જેમકે, તમે ગુજરાતી છો અને જો તમને જાપાનીઝ ભાષા
નથી આવડતી તો એમાં કંઇજ આશ્ચર્ય નથી, કેમકે
એક જાપાનીઝ ને પણ ગુજરાતીભાષા માટે એટલાંજ ફાંફા પડે.
..
તો હવે સમજીએ કે કમ્પ્યુટર/ઈન્ટરનેટના જમાનામાં
લખાણ અથવા Text/Script નું એક ભાષામાંથી
બીજી ભાષામાં ભાષાન્તર કરવાની સરળ રીત શું છે : ->
જોકે અહીં દર્શાવેલી રીતનો ઉપયોગ કરતાં પહેલા
'ભાષાન્તર' બાબતે બે-ત્રણ શબ્દો વિષે થોડો
વિસ્તૃત ખ્યાલ કેળવવાથી તમે સારું પરિણામ મેળવી શકશો.
ઓનલાઇન-'ફ્રી'માં-ઓટોમેટિકલી તૈયાર થઈને તમને મળે
તે ભાષાન્તર જરા મિકેનિકલ કહી શકાય તેવું હશે,
વળી - કેમકે તમે જે કાચોમાલ આપશો તેમાંથીજ
ફાઇનલ પ્રોડક્ટ ઓટોમેટિકલી તૈયાર થવાની છે;
એટલે તમે જે-તે ભાષામાં જેવું લખાણ કે Text/Script આપશો
તેવું ભાષાન્તર તૈયાર થવાનું છે, આથી તમે આપેલા લખાણની
જોડણી, વ્યાકરણ અને વાક્યરચના - આ બધુંજ
જેટલું સચોટ હશે તેટલું યથાયોગ્ય ભાષાન્તર મળશે.
એટલે
1) પહેલો શબ્દ ધ્યાને રાખો > "ઓનલાઇન 'ફ્રી' ભાષાન્તર";
જેમાં જે-તે ભાષામાંનું કોઈ લખાણ શું કહેવા માગે છે, તેવું બેઝિક,
વ્યક્તિગત રીતે જાણવા-સમજવા માટે 'ફ્રી' ભાષાન્તર" સેવા
બિલકુલ કામયાબ છે.
2) બીજો શબ્દ ધ્યાને રાખો > "ભાવાનુવાદ";
જેમાં તમારે ઓટોમેટિક તૈયાર થયેલા મિકેનિકલ ભાષાન્તરને
જોડણી, વ્યાકરણ અને વાક્યરચના તેમજ કથાવસ્તુ કે
ભાવાર્થની દ્રષ્ટિએ મઠારીને બેસ્ટ પોસિબલ લખાણ
તમારી ભાષામાં તૈયાર કરવાનું છે.
..
3) ત્રીજો શબ્દ છે " 'ચાર્જેબલ' ભાષાન્તર" અથવા
" 'પ્રોફેશનલ કે પેઈડ' ટ્રાન્સલેશન સર્વિસ".
કોઈ કારણસર જો તમે પોતે
ફ્રી માં મળેલા મિકેનિકલ ભાષાન્તર ને પરફેક્ટ
ન કરી શકો કે ન કરવા ચાહો તો આવી ઓફલાઈન કે
ઓનલાઇન મળતી " 'ચાર્જેબલ' ભાષાન્તર-સેવા"
અથવા " 'પ્રોફેશનલ કે પેઈડ' ટ્રાન્સલેશન-સર્વિસીઝ" નો પણ
લાભ લઇ શકો છો.
..
દા.ત.:
translation services in gujarat :
..
..
હવે પ્રેક્ટિકલી જોઈએ કે આ
'ફ્રી' ભાષાન્તર" સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો ..!!
..
સૌ પ્રથમ તમારા ગુગલ/જીમેઈલ એકાઉન્ટમાં
'Sign in' કરો,
'Sign in' કર્યા પછી તમને જમણીબાજુ ઉપર
'Google apps'નો "નવ ટપકાં" વાળો આઇકન' દેખાશે,
>


>
તેના પર ક્લિક કરતાં નવું પૉપ-અપ બોક્સ ખુલશે,
તેમાં 'Translate' દેખાશે,
>


>
આ..'ગુગલ ટ્રાન્સલેશન એપ્પ' ખરેખર અદભુત છે
અને પાછું 'ફ્રી' છે. તેના પર ક્લિક કરશો
એટલે નીચે મુજબનું નવું પેજ ખુલશે..
..
>

>
..
હવે તમારે જે વાક્ય કે ફકરો ભાષાન્તરિત કરવાનો હોય
તેને, જ્યાં હોય ત્યાંથી કોપી કરી અહીં દેખાતાં બે માંથી
ડાબીબાજુના બોક્સ માં પેસ્ટ કરો, આથી 'ગુગલ' તે ભાષાને
ડિટેક્ટ કરી લેશે - ઓળખી લેશે' અને બોક્સ માં જ
ઉપરના ભાગે તે ભાષાનું નામ બ્લ્યુ રંગથી હાઇલાઇટ થઇજશે
અને ક્ષણવારમાંજ જમણી બાજુના બોક્સમાં અગાઉ
જે ભાષા સિલેક્ટ થયેલી હશે તે ભાષામાં ભાષાન્તર પણ થઇ જશે.
જો તે ભાષાન્તર તમારે જોઈતી ભાષામાં નો હોય તો
ડ્રૉપડાઉન મેનુ ખોલીને તમારે જોઈતી ભાષા સિલેક્ટ કરો,
એટલે ફરી ક્ષણવારમાંજ તે ભાષામાં ભાષાન્તર થઇ જશે.
છે ને કમાલની ગૂગલ-સેવા !!
તે બોક્સમાં નીચે દેખાતાં કૉપી' ના સિમ્બોલ પર 'લેફ્ટ-ક્લિક'
કરવાથી તૈયાર થયેલો તરજુમો કોપી થઇ જશે, તેને હવે
કમ્પ્યુટર/ઇન્ટરનેટ પર તમે ચાહો ત્યાં પેસ્ટ કરી શકો છો.
..
વળી આટલેથીજ વાત પુરી થતી નથી, 'Google Translate' ના
બૉક્સ માં જે લખાણ હોય તે vowel/શબ્દમાં - બોલવામાં, કેવી રીતે
બોલાય તે જાણવા માટે 'સ્પીકર'ના સિમ્બોલ પર ક્લિક કરો,
એટલે સમગ્ર લખાણ તમને 'સ્પીચ'માં સાંભળવા મળશે.
>


આ ઊપરાંત, ધારોકે
તમારી પાસે કોઈ સ્પીચ કે ઓડિયો રેકોર્ડિંગ છે, અને તેનું તમને
તમારી ભાષામાં ભાષાન્તર જોઈએ છે, તો 'Google Translate' ના
>

>
'માઈક્રોફોન' સિમ્બોલ પર ક્લિક કર્યા પછી તે સ્પીચને કમ્પ્યુટરના
માઈક્રોફોન પાસે પ્લે કરો/અવાજ વગાડો, એટલે જમણા બોક્સમાં
તમારી ભાષામાં ભાષાન્તર તૈયાર; કેવી છે ટેક્નોલોજીની કમાલ !!
..
આ સેવાનો લાભ તમે 'લોગીન' થયા વગર પણ લઇ શકો છો,
અને તમારા મોબાઈલ માં પણ આનો ઉપયોગ કરી શકો છો.
'ગુગલસર્ચ' માં 'Google Translate' લખી સર્ચ કરો,
એક ભાષા ને કોપી કરો અને ગુગલ 'ટ્રાન્સલેટર'માં પેસ્ટ કરો,
બસ - એટલુંજ, અને જોઈતી ભાષામાં ભાષાંતર મેળવવા માંડો.
એકવારમાં વધુમાંવધુ 5000 અક્ષરો માટે અને
100 થી વધુ ભાષા માટે ગુગલ સૌને આ "ફ્રી" સેવા આપે છે !!!!
.. 
બોલો - પારકી ભાષા પણ તમે હવે જાણી-સમજી શકો,
આ અનુભવ કેવો મજાનો છે !!
તમારા ટોટલ ગ્રુપ-સર્કલ-મિત્ર-વર્તુળ માં
કોઈપણ વિદ્યાર્થી થી માંડીને, હાઉસવાઇવ્સ તેમજ
જિજ્ઞાસુ નિવૃત્ત વડીલોને પણ આ જાણકારી શેયર કરો.
ઇન્ફર્મેશન-નૉલેજ જાણકારી-શુભજ્ઞાન જેટલું વહેંચી શકાય
તેટલું વહેંચવું, તે માનવજાત માટે કલ્યાણકારી છે.
ને આ તો પાછું "ફ્રી" છે !!!!         'મ-ફ-ત' .. !!!!
તમને જે લિન્ક/મેસેજ થી આ બ્લૉગની જાણકારી મળી
તે લિન્ક મેક્સિમમ શેયર કરશો, આભાર.
ધન્યવાદ ....
.. 
હજુ પણ ઉપરોક્ત માહિતી અંગે તમને કોઈ પ્રશ્ન કે
સજેશન હોય તો, અથવા તમને કોઈ બીજા / નવા ટોપિક પર
માર્ગદર્શન જોઈતું હોય તો કોમેન્ટ બોક્સમાં રજુઆત કરશો.
..
..